Thursday, January 1, 2015

રીવાજ મુજબ ના Resolution 2015 - By Harshil

ફરી પાછા 365 દિવસ નું ગોળ ચક્કર કાપી ને આપડે આવ્યા છીએ એજ સવાલ પર આ વર્ષ 2015 નું Resolution શું છે ?? 

બધા મને પૂછે છે...એટલે મારે એમને જણાવા છે.
પણ એક શરતે, મારા માંથી RESOLUTION COPY નઈ મારવાના.
કારણકે આ કઈ FACEBOOK કે TWITTER ની પોસ્ટ નથી કે તમે CP-CP કરો. (Copy  pest-Copy  pest)

શરુ કરીએ...

1.સૌથી પહેલા તો " હું કોઈ ને તેઓના RESOLUTION  નહિ પૂછું "
2. 2015 માં જયારે પણ Gym માં જઈશ ત્યારે Exercise કરી ને Mirror માં કેટલી Body બની એ ચેક નઈ કરું.
3. નજીક ની વ્યક્તિ જોડે વાત કરતી વખતે કે હોટેલ માં જમતી વખતે Mobile હાથ માં નઈ લઉં.
4. Facebook..Twitter અને Instagram  ઉપર કેટલા કિલોગ્રામ Like છે એ ચિંતા નઈ કરું (આમેય નથી કરતો)
5. કોઈ ના પણ Photos જોઈ ને એની Life માં જલસા છે એવું નક્કી નઈ કરી લઉં.
6. કાને પડેલી વાત કરતા આંખે દેખેલી વાત માં જ વિશ્વાસ મુકીશ.
7. ઘરે ના જમવાનો હોઉં તો મમ્મી ને phone કરી ને કહી દઈશ.
8. મને એમ કે તું.... મને એવું લાગ્યું કે... એવા તુંક્કા નઈ લાગવું, પૂછવા જેવું પૂછી લઈશ.
9. Whastaap ઉપર આખો દિવસ લોકો ના Dp અને Status Check નઈ કરું.
10. દર મહીને 2 નવા લોકો ને મળીશ (એમની ઈચ્છા હોય તો જ)
11. Family ના સભ્યો જોડે રોજ 30 મિનીટ વાતો કરીશ। (Mobile બાજુ પર મુકીને )



 બાકી ના Resolution થોડા Personal છે...!! ( થોડી તો Privacy આપો )

બાકી સમયાંતરે - તબ્બકાવાર FB ના પાના ઉપર Update કરીશ।

જય શ્રી કૃષ્ણ - જય જીનેન્દ્ર - જય માતાજી। .
God Bless you - અલ્લા ખેર કરે। ..!!

Open for Feedback ...

હર્ષિલ .
Till then 93.5 RED FM
Bajaate Raho..