Tuesday, December 10, 2013

One More Winter

             One More Winter  

એક શિયાળો ઓર મળ્યો છે। .... પણ કોની માટે ? ..શા માટે ? શું કરવા માટે ?

માણવા માટે , પ્રેમ કરવા માટે , ગુલાબી શ્વાસ ફેફસા માં ભરી ને જીવવા માટે અને હા પેટ ભરી ને ખાવા માટે.

આળસ નો બ્રાંડ એમ્બેસેડર એટલે શિયાળો તમે કોઈ ગુજરાતી ને અમેરિકા ની ટીકીટ પણ મફત આપો તો તમને કેહ સવાર ની ના આપતા ઉઠાતું નથી સાંજ ની ફ્લાઈટ  આપજો. (સાવ મફત હોય તો પરિસ્થિતિ કે માનસિકતા બદલાઈ જાય )

પણ શિયાળા નો ઉત્તમ ઉપયોગ તો પ્રેમી દીલડા કરે છે. રાતે પણ રજાઇ  માં ભરી ભરાઈ ને વોટ્સએપ  ની વોલ ના ભીંતચિત્રો રચી દે છે. શિયાળા ની શાંતિ ના દિવસો જુના પ્રેમ ના રીમાઈન્ડર સમા હોય છે. 

શિયાળા ની શાંતિ વિચારો ના ગરમાવા માટે બહુ ખતરનાક હોય છે.
દિલ ના આગળ ના બારણે ઠંડક  હોય તોય રાત ની શાંતિ બધા વિચારો ગરમ કરી દે છે. 

એક રાત માં ભૂતકાળ અને ભવિષ્યકાળ ના ચિત્રો આપણ સોસાઈટી ના વોચમેન ને કંપની અપાવી દે.
પ્રેમી અત્યારે હાજરા હજૂર હોય તો પણ એજ પાત્ર સાથે ના જુના દિવસો  યાદ આવે ત્યારે લાગે કે યસ  "ફીલીંગ્સ આર ટેમ્પોરલ  ભાવના તો ઉત્તપન થાય શમી જાય અને પાછી  ઉત્તપન થાય. આ એ એક એવી ભાવના છે જે જ્યાં સુધી અનુભવો નહિ ત્યાં સુધી સમજો નહિ.

ગમે તેટલી બેટરી મોબાઈલ ની ચાર્જ કરી ને રાખો રાત્રે ઓછી જ પડે પ્રિયતમ જોડે વાત જામી હોય ત્યાજ લાલ કલર ની  લાઈટ વિચિત્ર અવાજ સાથે વોર્નિંગ આપે "બેટરી લો" પછી ચાર્જાર શોધવા હવાતિયા મારવા પડે અમુક હોશિયાર લોકો પહેલે થીજ ચાર્જીંગ પોર્ટ માં ભરાઈ ને જ વાત કરતા હોય પછી બેટરી પણ ના ખૂટે અને વાતો પણ અમુક પ્રેમી ઓ તો ચાલુ વાતો એ જ સુઈ જાય.

આ સિવાય એક બીજી પ્રજા છે જેમને શિયાળો ગમે છે ભાવતા ભોજન માટે, અરે શિયાળો આવે એટલે એ લોકો લીસ્ટ બનાવે છે કે આ વખતે શીયાળા માં વિશાલા કે રજવાડું તો ખાવા જાઉં જ છે બાકી બધા લગન માં પણ જોઉં પડશે કે કેટરિંગ કોનું છે ? જે લગન માં કેટરર સારો હોય ત્યાજ પહેલા હાજરી આપીએ।

અમુક લોકો કસરત નું પ્રમાણ શીયાળા માં વધારે પણ ખાવા નું તો ટાઇટ જ. સામે અમુક લોકો શિયાળા માં જ હેલ્થ માટે સભાન હોય બાકી બારે માસ અભાન (ભાન વગર નું ) હોય. દર વર્ષે નવું સ્વેટર તો લાવાનુજ જુવાનીયા ઓ ને દર શિયાળે નવી ફેશન પરેડ હોય. આપડા ત્યાં બાકી ના 8 મહિના ઉનાળો હોઈ જાકીટ , મફલર અને  વિન્ટર કેપ પહેરી ફેશન મારવા ઓછી મળે એટલે આ 3 ( આમ તો 2 જ ) લોકો લાભ લઇ લે.

પણ ઘરડા માટે શિયાળો બૌ આકરો ખવાતા હાડકા માં ઓર દુખાવો ઉપડે। સ્વેટર પહેરી ને ડોસા- ડોસી ને કા તો સુઈ રહેવું પડે કાતો તડકા સામે બેસવું પડે સામે અમુક ઘરડા મજબુત હાડકા ના સવાર ના 5 વાગે અને સાંજે શિયાળા માં લાકડી લઇ ને નીકળી પડે અને તમારા જેવા 9 વાગે ઉઠવા વાળા ને શરમાવે।

આ સિવાય શિયાળો એટલે શક્તિ વર્ધક દવાનો ખજાનો પણ બહાર થી મળતી નહિ પણ આપડા શિયાળુ પાક રૂપી ખજુર પાક , સાલમ  પાક , કચરિયું અને વિગેરે તમે જે સમજ્યા એ નહિ. પણ હા શીયાળા માં એ યુવાની ની સમસ્યા દુર કરી ને શક્તિ પ્રદાન કરતી દવાઓ નું વેચાણ પણ ખુબ થાય છે એમાં શક્તિ કેટલી મળે છે એ જેને વાપરી હોય એ જાણે કામદેવ કરે તમારે એની જરૂર ના પડે.

શીયાળા માં મમ્મી ને કામ માં મોડું થાય ઉઠી ને સ્વેટર ની બાયો ચડાવી ને મોમાં બ્રશ નાખી ને પણ એકબાજુ ડોલ માં પાણી ભરાતું  હોય અને બીજી બાજુ ચા પણ ગેસ ઉપર ગરમ થતી હોય. મમ્મી ને ગરમી લેવાનો ચાન્સ સીધો પરવારી ને 12 પછી જ મળે હજી પણ ક્યાંક ઓટલા ઉપર બહેનો બપોરે તડકો લેતી જોવા મળે છે.

શિયાળો શાંતિ નો પ્રતિક છે. કહેવાય છે શાંત પાણી ઊંડા હોય છે અને આપણું  મન પણ જેટલું શાંત પડે એટલું ઘહેરું અને મજબુત બને, શિયાળા માં શાંતિ ઘહેરાઈ રૂપે મળે છે અને એટલેજ વિચારો ના પડઘા આપડા મન ઉપર વારંવાર અસર કરે છે.

એક પરફેક્ટ શિયાળા માં કોઈ ના પ્રેમ રૂપી હુંફ મળે તો જરૂર માણજો આખું વર્ષ દિલ એની યાદો સાથે તાજું રહેશે.