સંગીત મેં હે એસી ફૂહાર
પતજડ મેં ભી જો લાયે બહાર,
સંગીત કો ના રોકે દીવાર
સંગીત જાયે સરહદ કે પાર,
સંગીત માને નાં ધર્મ જાત
સંગીત સે જુડી કાયનાત
સંગીત કી ના કોઈ ઝુબાન
સંગીત મેં હે ગીતા - કુરાન
સંગીત મેં હે અલ્લાહ ઓ રામ
સંગીત મેં હૈ દુનિયા તમામ
તુફાનો કા ભીં રુખ મોડતા હૈ...
સંગીત તૂટે દિલ કો જોડતા હૈ। ..
પતજડ મેં ભી જો લાયે બહાર,
સંગીત કો ના રોકે દીવાર
સંગીત જાયે સરહદ કે પાર,
સંગીત માને નાં ધર્મ જાત
સંગીત સે જુડી કાયનાત
સંગીત કી ના કોઈ ઝુબાન
સંગીત મેં હે ગીતા - કુરાન
સંગીત મેં હે અલ્લાહ ઓ રામ
સંગીત મેં હૈ દુનિયા તમામ
તુફાનો કા ભીં રુખ મોડતા હૈ...
સંગીત તૂટે દિલ કો જોડતા હૈ। ..
ઈ.સ 2000 ની સાલ માં મિશન કશ્મીર ફિલ્માં ના ગીતકાર "સમીર" સાહેબે લખેલા આ શબ્દો કેટલા ખોટા છે..ક્યાં તો પછી 13 વર્ષથી આપડે આ શબ્દો અને સમીર સાહેબ ને કેટલા ખોટા પાડતા આવ્યા છીએ.
સંગીત માને ના ધર્મ જાત : ધર્મ અને જાતિવાદ ના નામે તો હજી આપણ ને કોઈ ઉશ્કેરી જાય છે , કોઈ ઉલ્લુ બનાઈ ને વોટ લઇ જાય છે અરે માણસાઈ પણ એના જ આધારે નક્કી થાય છે...અને આપડે પણ મુર્ખ બન્યા પછી એનો ફાયદો લેવા જેવા સ્માર્ટ થઇ ગયા છીએ ...પછી એ શાળા-કોલેજ ના એડમીશન માટે ના 5% ગુણ માટે હોય કે સરકારી નોકરી ના ક્વોટા સિસ્ટમ માં ગોઠવાઈ જવા માટે હોય. આપડે પણ સબ્કોન્સિઅસ માઈન્ડ માં માની લીધું છે કે ધર્મ અને નાત - જાત ના ફાયદા લેવાના અને લેવડાવાના. તો પછી આમાં સંગીત ક્યાં આવ્યું ?
સંગીત એ એક જ એવો નિરંતર વહેતો સ્ત્રોત છે જેને કોઈ સીમાડા નડતા નથી, ઉપર ના ગીત ના શબ્દો પ્રમાણે સંગીત દિલો ને ભાષા,ને દુનિયાને જોડે છે. સંગીત નાત - જાત ધર્મ થી પરે છે.
"ધે સેય મ્યુસિક હેઝ નો બાઉન્ડ્રીઝ"
એવું ખરેખર હોત તો કેમ ભારત અને પાકિસ્તાન ના સંગીત ની દુનિયા ના કલાકારો એ ફ્રીડમ એન્જોય નથી કરી શકતા ?
લખું છું ત્યારેજ અમદાવાદ માં પાકિસ્તાની ગાયક જેના સૌથી વધારે સંગીત ના પ્રોજેક્ટ્સ ભારત માં બનેલા છે એવા
"આતીફ અસલમ" ની મ્યુઝીકલ નાઈટ રદ્દ થયા ની વાત જાહેર થાય છે.
કારણ ??? "રાજકારણ "
અમુક રાજીક્ય દળો જે ધર્મ ના અને દેશદાઝ ના ખોટા નામે હોબાળો કરે છે અને એ અવાજ માં સંગીત પ્રેમી ઓ નો અવાજ દબાઈ જાય છે એમાં હાર કોની થાય છે ?? "સંગીત ની", કોઈ દેશ કે ધર્મ ની નહિ.
સંગીત પ્રેમી ઓ બળાપો કાઠે છે પણ સામે તંત્ર લાચાર છે. પાકિસ્તાન અને ભારત ના સંગીત અને સીને રસિકો એ એક સાટા પધ્ધતિ અપનાવી છે. "જેમાં પાકિસ્તાન તરફ થી આપણા બોલીવુડ ના સ્ટાર્સ અને ફિલ્મો ને તેમના નાગરિકો એ દિલ માં વસાવ્યા છે અને આપણે તેમના ગાયકો ને".
ભૂતકાળ થી લઇ ને આજ દિન સુધી કેટલા પાકિસ્તાની ગાયકો ભારત માં આવી ને નામના મેળવી ગયા છે. અરે અદનાન સમી જેવા તો ભારત માજ વસી ગયા છે.હમણા જયારે અદનાન નો વિઝા નો પ્રોબ્લેમ થયો ત્યારે જટ થી અદનાને વિઝા મેળવી ને શાંતિ પામી એ વાત અલગ છે કે આજ દિન સુધી કોઈ ભારતીય કલાકાર પાકિસ્તાન માં વસવાટ કરી શક્યો નથી. એના ઘણા કારણો છે જેમાં એક તો ભારત માં આવક ના સ્ત્રોત વધારે છે તે ચોક્કસ છે.
1947 થી કલા અને કલાકારો એ એક ભારત અને પાકિસ્તાન ને જોડતી એક માત્ર કડી રહી છે જેમાં ગાયકો નો પ્રભાવ સૌથી વધારે રહ્યો છે જેમાં રાહત ફતેહ અલી ખાન , અલી હૈદર , શફકત અમાનત અલી , નુસરત ફતેહ અલી ખાન , હુમૈમાં માલિક , આબિદા પરવીન , ગુલામ અલી , અરે મહેંદી હસન સાહેબ ને તો ભારત સરકાર તરફ થી કે.એલ સૈગલ સંગીત શહેનશાહ અવાર્ડ થી નવાજવા માં આવ્યા છે, એટલુજ નહિ શ્રી લતા મંગેશકરે તો મહેંદી હસન સાહેબ ના અવાજ ને " વોઈસ ઓફ ગોડ" કહ્યો હતો.
ઉપર ના સૌ નો ભારતીય સંગીત માં પણ ફાળો રહ્યો જ છે આજના જમાના માં ભારત ની મ્યુઝીક કંપની પણ આતિફ અને રાહતફતેહ અલી ખાન ના નામે ઘણું કમાઈ છે અને એમનો ચાહક વર્ગ પણ એટલોજ મોટો રહ્યો છે.
આશ્ચર્ય ની કોઈ વાત નથી જયારે કોઈ કલાકાર વ્યક્તિ પાકિસ્તાન થી આવી હોય ત્યારે તેઓ ના અંડર વર્લ્ડ ના સંબંધો કે આતંકવાદ જોડે જોડાયા હોવા ની વાત પણ આવેલી છે જે સાચી પણ હોઈ શકે છે, પણ ભારતીય ફિલ્મો ના પણ ઘણા પ્રોડ્યુસર -ડાઈરેક્ટર શું અંડર વર્લ્ડ ના રૂપિયે ફિલ્મો નથી બનાવતા ?? ( અહી પાકિસ્તાની ગાયકો નો હું બચાવ નથી કરતો )
આ બધી વાત માં એકજ વાત હજીયે ઉડી ને બહાર આવે છે કે 1947 થી હજીયે ભારત અને પાકિસ્તાન વચ્ચે ની મજબુત કડી સંગીત અને સંગીત પ્રેમીઓ તો હારતા જ આવ્યા છે અને આજે અમદાવાદ માં ફરી એમની હાર થઇ છે.
ધાર્મિક દળો એ ફાલતું અંગત સ્વાર્થ માટેનો વિરોધ કરતા પહેલા રાજકારણી પાસે થી શીખવું જોઈએ, ગમે તેટલી દુશ્મનાવટ હોવા છતા ભારત પાકિસ્તાન ના નેતા ને હજી પણ હસતા મોઢે આવકારે છે અને ઘેલા બની ને લાલ જાજમ પાથરે છે.
જે નાગરીકો ને કોઈ દિવસ નથી ગમ્યું!
કોઈ સંગીત પ્રેમી યુવાન ને પૂછો એના આઈ પોડ કે મોબાઈલ માં આતિફ અસલમ ના કેટલા સોન્ગ્સ હશે ??
યાદ આયુ : એક જ વ્યક્તિ છે જે ભારત માંથી પાકિસ્તાન જઈ સુખે થી જીવે છે પાકિસ્તાન ની ભાભી : આપડી "સાનિયા મિર્ઝા"
પાકિસ્તાન હવે એને વહુ તરીકે સ્વીકારી ચુક્યું છે.
