ઘણું માણવાનું બાકી છે કારણકે હજી ખરા
વરસાદ માં ભીના થવાનું બાકી છે ..!!
વરસાદ આપણને નવી અપકમિંગ મુવી ના 30 સેકંડના ટ્રેલર ની જેમ ટીઝર મારીને
જતો રહ્યો.
બાકી આપણે તો ફેસબુક પર સ્ટેટસ મારી
ને જસ્ટ ઉપડ્યા જ હતા બહેનપણી જોડે મેગીની લારીએ ..
હા આજકાલ મેગી એ ભજીયાને પછાડી દીધા
છે ..!!
(એટલે જ કર્ણાવતી કલબ પાસે કોઈ એ મેગી ના ભજીયા નામનું ફ્યુજન ફરસાણ
વિકસાવ્યું છે 90 રૂપે કિલો ..!!)
આમેય ભજિયા માટે રાયપુર કોણ જાય બીજા કોઈ આપણીવાળી ને
ફાવે નહિ ..
આમેય રાયપુર પહોચીએ એ પહેલા વરસાદે ય પૂરો
થઇ જાય ...અધૂરામાં પૂરું રાયપુર માં વરસાદ ના ય હોય ને તડકાદાસ હોય ..
એક બીજી વાત યાદ આવી...પાછલા વર્ષોમાં નોકરીયાત લોકો વધ્યા છે ..હવે સાંજે એ લોકો જયારે
કોમ્પ્યુટર પરની વિન્ડોમાંથી
ઓફીસની વિન્ડો પર મીટ માંડે અને જો
કળા વાદળો નો ઘેરાવો વધેલો જુવે વીથ થોડા પવન તો એમનું મગજ ચકરાવે ચડે..
અને પછી મન માંકડુ મગજ પર સવાર થાય
અને કામ કરવાવાળી ડાળી રૂપી નસો ઉપર કુદી ને તોડી પાડે ..
એમાય જો તમારુ લફરું સોરી સેટિંગ
સોરી તમે જો રીલેશન માં હોવ તો મજા છે ફીલ ગુડ કરવાની ..!!
હા આ મોસમ માં ગમે તેવા બે વહેમી પંખી
પણ સાંજ પડે પ્રેમી પંખી બની જાય...
પણ હવે તો પ્રેમીઓ પણ વરસાદ ની સામે
વ્હેમ ની નજરે જુએ છે...કે વરસશે ક્યારે અને ક્યારે અમે પણ વરસીશું..
તો પછી હે મોસમ તું ઓસમ બન અને અમને
તારામાં ભીંજવ ને એકબીજા પર વરસવાની અનુમતિ આપ..
શનિવાર થી શરુ કર અને બીજા શનિવાર
સુધી શાસ્વત બન ..!!
થોડા જાપટા અમને તું ગીફ્ટ કર ...!!
આ લખતા જ મારા ત્યાં વરસ્યો તમારા
ત્યાં ??
આર.જે. હર્ષિલ
રેડ ફમ 93.5
